શ્રી શાંતિનિકેતન કોલેજ ખાતે ફ્રેશર્સ પાર્ટી 2023 નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા ગુજરાતી ફિલ્મ '૩ એક્કા' ની સ્ટાર કાસ્ટ આવી હતી. કોલેજ સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ યશ સોની, ઈશા કંસારા, કિંજલ રાણપરિયા, મિત્ર ગઢવી તથા તર્જની ભાડલાને ઉત્સાહભેર વધાવ્યા હતા. ફિલ્મ '૩ એક્કા' ની સ્ટાર કાસ્ટ પણ શ્રી શાંતિનિકેતન કોલેજના ટ્રસ્ટી શ્રી, સ્ટાફ તથા વિદ્યાર્થીઓની મહેમાનગતિ થી ખુબ પ્રભાવિત થયા હતા.