શ્રી શાંતિનિકેતન કોલેજ ખાતે Shree Shantiniketan College & Randstad & Unicef Foundation દ્વારા મેગા જોબ ફેર નુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ જોબ ફેરનો હેતુ શહેરના યુવાનોને રોજગારીની શ્રેષ્ઠ તકો પૂરી પાડવાનો હતો. આ મેગા જોબ ફેરમાં 50 થી વધુ કંપનીઓ ભાગ લીધો હતો. આ કંપનીઓ વિવિધ ક્ષેત્રોમાં 1000 થી વધુ ખાલી જગ્યાઓ માટે ભરતી કરશે. જેમાં IT, ટેલિકોમ, ફાઇનાન્સ, FMCG, હેલ્થકેર, મેન્યુફેક્ચરિંગ અને ઘણા બધા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.