તા. ૨૦ & ૨૧/૦૨/૨૦૨૪ ના રોજ શ્રી શાંતિનિકેતન કોલેજ ખાતે ફૂડ ફેસ્ટ ફેસ્ટીવલ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ. જેનો ઉદેશ્ય વિદ્યાર્થીઓ માટે સ્ટાર્ટઅપ નો હતો. આ ફેસ્ટીવલનો ઉદઘાટન સમારોહ રાજકોટ ના મેયર શ્રી નયનાબેન પેઢડીયા ના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ ફેસ્ટ મા વિદ્યાર્થીઓએ અવનવી વાનગીઓનો આવિષ્કાર કર્યો હતો. વિદ્યાર્થીઓને આ ફૂડ ફેસ્ટ ફેસ્ટીવલના આયોજન થી મેનેજમેન્ટ, માર્કેટિંગ સ્કીલ અને ટીમ વર્ક સાથે કામ કરવાની શીખ મળી હતી. શ્રી શાંતિનિકેતન કોલેજના ફેસ્ટીવલમાં ૨૪ પ્રકારની અવનવી વાનગીઓના સ્ટોલ રાખવામાં આવ્યા હતા. જે તમામ સ્ટોલનું ઉદઘાટન વિદ્યાર્થીઓના માતા પિતાઓ એજ કર્યું હતું અને વિદ્યાર્થીઓ ને સફળતા તથા પ્રગતી માટે આશિર્વાદ આપ્યા હતા. આ ઇવેન્ટમા ૧૦૦ થી પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગ લઇ ઇવેન્ટ ને ભવ્ય સફળતા અપાવી હતી.