શ્રી શાંતિનિકેતન કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી નિમિત્તે વિદ્યાર્થીનીઓ દ્વારા માનસિક ક્ષતિ ગૃહના બાળકો કે જેઓ માનસિક રીતે બીમાર છે તેમને રાખડી બાંધી ભાવભેર ઉજવણી કરવામાં આવી. તથા આપણી રક્ષા કરતા આપણા રક્ષક એવા તાલુકા પોલીસ સ્ટેશન રાજકોટના પોલીસ અધિકારીઓને રાખડી બાંધી આપણા સમાજના રક્ષકનો આભાર વ્યક્ત કર્યો. આ સાથે ઝૂંપડપટ્ટીના બાળકોને પણ રાખડી બાંધી ખુશીની લાગણી અનુભવી.