આજના યુવા વર્ગ જે પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળતા જોવા મળે છે, તેમને આપણી સમૃદ્ધ પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાગત મૂલ્યોની સભાનતા માટે શ્રી શાંતિનિકેતન કોલેજ દ્વારા લોક ડાયરાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થી ઓને લોકસંગીત અને કાઠીયાવાડી ગીત દ્વારા પ્રાચીન વારસાથી પરિચિત કરાવવાનો હતો. કૉલેજના આ કાર્યક્રમને સર્વત્ર પ્રશંસા મળી હતી અને વિદ્યાર્થીઓએ તેને ખૂબ જ ઉત્સાહભેર માણ્યો. આ પ્રકારના સંસ્કૃતિક કાર્યક્રમો યુવાનોને તેમના મૂળ સાથે જોડવાની દિશામાં એક મજબૂત પગલું સાબિત થાય છે.