શ્રી શાંતિનિકેતન કોલેજ દ્વારા મહિલા દિન ની ઉજવણીના ભાગ રૂપે વિદ્યાર્થિનીઓ માટે સ્વ-બચાવ, કાયદાકીય જ્ઞાન અને મહિલાઓના હિત માટેની રક્ષણલક્ષી યોજનાઓ અંગે જાગૃતિ લાવવા માટે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિભાગ, 181 અભ્યમ, અને C-ટીમના પ્રતિનિધિઓ દ્વારા સ્ત્રીઓ માટે ઉપલબ્ધ વિવિધ સરકારી યોજનાઓ અને રક્ષણલક્ષી અભિગમ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી તેમજ 181 અભ્યમ હેલ્પલાઇન અને C-ટીમ જેવી સેવાઓનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે અંગે માર્ગદર્શન અપાયું, આ કાર્યક્રમ દ્વારા બહેનોને કાયદાકીય જ્ઞાન અને સ્વ-રક્ષણની તકનીકો દ્વારા તેમને માનસિક રીતે વધુ સક્ષમ અને મજબૂત બનવા માટે પ્રેરણા આપવામાં આવી.