Independence Day Celebrations 2024
શ્રી શાંતિનિકેતન કોલેજ ખાતે ભારત માટે એક ખૂબ જ ખાસ દિવસ એવા સ્વતંત્રતા દિવસની 78 મી વર્ષગાંઠની ઉત્સવમૂર્તિ પૂર્વક ઉજવણી કરવામાં આવી. આ અવસરે કોલેજના કેમ્પસ ખાતે ધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાષ્ટ્રીય ધ્વજારોહણ વિધિ બે રમતગમત ક્ષેત્રે ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા, કોલેજના બે વિદ્યાર્થી જેમાં ના (1) કોટક હેત્વીક સિતાંશુભાઈ જે અંડર 19 અને અંડર 23 સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અને અંડર 23 BCCI રાંચી કેમ્પમાં 2023 સીલેકશન થયેલ આ ઉપરાંત હાલમાં સૌરાષ્ટ્ર રનજી પ્લેયર તરીકે રમી રહેલ છે અને (2) તોગડિયા પ્રિન્સી પ્રવીણભાઈ જેમને રાયફલ શૂટિંગ શ્રેત્રે 2023 માં અંડર યુનિવર્સિટીમાં સિલેક્શન થયેલ અને 2024 માં ગુજરાત એસોસિએશન મા જેમાં 10 મીટર બ્રોંઝ મેડલ અને 50 મીટર ગોલ્ડ મેડલ મેળવેલ છે અને હાલ 2024માં નેશનલ કેમ્પમાં સિલેક્શન થયેલ છે.
આ બે વિદ્યાર્થીઓએ કોલેજના રમતગમત ક્ષેત્રે તેમના મહત્ત્વપૂર્ણ યોગદાન માટે પ્રસંશા મેળવી છે અને તેમના ઉત્કૃષ્ટ કૌશલ્ય અને પ્રતિબદ્ધતાના કારણે ધ્વજારોહણની આ વિધિના મુખ્ય વ્યક્તિઓ તરીકે પસંદ કરવામાં આવ્યા. આ ખાસ દિવસે, કોલેજ દ્વારા ગૌરવની લાગણી અનુભવી અને આ યુવા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા, જેમણે મહેનત અને દ્રઢ નિશ્ચય દ્વારા કોલેજનું નામ રોશન કર્યું છે.
આ સમગ્ર કાર્યક્રમને તમામ વિદ્યાર્થીગણ, સ્ટાફ, અને મહાનુભાવોએ ઉપસ્થિત રહીને વધાવ્યું અને દેશભક્તિના ભાવોને ઉચાળવામાં આગવી ભાગીદારી નિભાવી.