Republic Day 2025

શ્રી શાંતિનિકેતન કોલેજ ખાતે 26મી જાન્યુઆરી 2025 ના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે 'સ્વર્ણિમ ગુજરાત - વિરાસત અને વિકાસ' (Golden Gujarat - Heritage and Development) પર વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભારતની વૈભવી સંસ્કૃતિ અને સમૃદ્ધ ઐતિહાસિક વારસાની સાથે સાથે નવા વિકાસના માર્ગોને ઉજાગર કરવો હતો. આ કાર્યક્રમની શરૂઆત કોલેજના ટ્રસ્ટીશ્રીઓના હસ્તે ધ્વજવંદન સાથે કરવામાં આવી હતી. માનનીય ટ્રસ્ટીશ્રીઓએ રાષ્ટ્રધ્વજ ફરકાવી, સ્વાતંત્ર્ય સેનાનીઓના શૌર્ય અને યોગદાનને યાદ કરતા દેશભક્તિ અને સમાજસેવાનાં મૂલ્યોને ઉજાગર કર્યા. કાર્યક્રમનો અંત વિદ્યાર્થીઓના જોરદાર નારાં અને રાષ્ટ્રગાન સાથે કરવામાં આવ્યો.